પોસ્ટ્સ

મરે છે…🔹

  🔹▪️🔹 ▪️🔹▪️🔹 હવામાં    છે… એ    તરે    છે.. જમીન પર    છે એ    મરે છે.. બહારથી     કરશે    વાહવાહી.. પણ અંદરથી સૌ કોઈ બળે છે! ખોટી લાગણી, ને દેખાડો ખોટો, સાચા    મિત્રો    હવે ક્યાં    મળે છે? કોઈના પગ ધોઈને તમે પી જાઓ, છતાંય તમારી    દાળ ક્યાં ગળે છે! જરાક    સત્ય     કહી    દો     ત્યાં    તો, પાનખરની    જેમ    સંબંધો    ખરે    છે! - ઝરણા દાયમા✍️

જીવન…🌺

  ✨🌺✨🌺✨🌺✨ જોવો    કેટલું    વ્યસ્ત છે    જીવન, આમ જ અસ્તવ્યસ્ત છે જીવન! માંગણી ના કરો જો ખોટે-ખોટી, તો    તો    પછી    મસ્ત    છે    જીવન! કેવી રીતે જીવીશ તારા વગર હવે? વગર     ભૂકંપે     ધ્વસ્ત    છે    જીવન! મદિરાની     જરૂર    બીજાને    હશે, તારી યાદમાં મદમસ્ત છે જીવન! એકમાત્ર તું જ    અજવાસ હતો, તારા    વગર    અસ્ત છે    જીવન! ચાહીએ એ    તો મળતું    જ નથી, જોવો કેવું જબરદસ્ત છે જીવન! - ઝરણા દાયમા✍️

રોયા કરે છે…🌻

  🌻.🌻. 🌻.🌻 .🌻.🌻 બારીમાંથી     જોયા     કરે     છે, છાનો    છૂપો    રોયા    કરે    છે. ધર્મના પથ    પર આગળ વધે, એ સદાય પ્રેમ    ખોયા કરે છે. મારી સામે અકળાતો રહે, ને મારા ગયા પછી જોયા કરે છે. પાપ કરે છે ખુલ્લેઆમ, પછી ગંગામાં    હાથ    ધોયા    કરે    છે. અહમમાં     દેખાતું    નથી    કશું, છેવટે જિંદગીભર રોયા કરે છે. - ઝરણા દાયમા✍️

જિંદગી ખોવાઈ જાય છે…🦋

એક માણસની પાછળ જિંદગી ખોવાઈ જાય છે.. એની પાછળ ને પાછળ    સપના    ધોવાઈ જાય છે.. મહત્વ    હોતું    નથી    કદી    જેને    તમારા    હોવાથી, એની    પાછળ    પગના    તળિયા    ઘસાઈ જાય છે.. હસતું    ખેલતું    રહેતું    હતું    જે    એક    ફૂલ    સદા, જુઓને કેવી લાચારીથી પછી કરમાઈ જાય છે.. થાય કોણ દુઃખી    આપણી    નિષ્ફળતા    જોઈને, લોકો    તો    મનમાં    ને    મનમાં    હરખાઈ જાય છે.. સાચી    વાતોમાં    રસ    ક્યાં    રહ્યો    કોઈને    હવે, આગની    જેમ     અફવાઓ     ફેલાઈ     જાય    છે.. તારે    ખીલવું    જ હોય    તો    હવે    ભીતરમાં જો, લોકો થકી  ...

ઈચ્છાઓ મારવી પડે છે…🫥

જિંદગી તારી     સાથે જ જીવાય છે, નહીં     તો     બસ     કાઢવી    પડે    છે.. મનની    ઈચ્છાઓને    મનમાં રાખી, રોજેરોજ     એને     મારવી    પડે    છે.. અંતરમન નાખે છે ચીસો તારા નામની, આ વેદનાને પણ હૃદયમાં દાબવી પડે છે.. દુઃખનો    દરિયો    ભીતર    સમેટી    રાખી,  ચહેરા પર ખુશીની લહેરો લાવવી પડે છે.. કેટલી    બાકી    રહી    છે    જિંદગી, હવે    તો એ    પણ માપવી પડે છે.. જીવાતી હતી જિંદગી તારી જ સાથે, હવે     તો    બસ… કાપવી     પડે     છે.. - ઝરણા દાયમા✍️

મને તકલીફ થાય છે…❤️‍🩹

હું વાટ જોઉં, તું મોડો આવે, કંઈ     વાંધો નહીં, પણ    તું    ના    આવે    તો    મને તકલીફ થાય છે.. હું    રોતી    હોઉં,    ને    તું    હસે,    કંઈ    વાંધો    નહીં, પણ તું કારણ ના પૂછે તો મને તકલીફ થાય છે.. હું ખોવાઈ જાઉં, તું મને ના શોધી શકે, કંઈ વાંધો નહીં, પણ    તું પ્રયાસ    પણ    ના કરે    તો મને તકલીફ થાય છે.. હું બોલતી હોઉં, તું કંઇક વિચારે, કંઈ વાંધો નહીં, પણ તું    બીજાને    વિચારે    તો મને તકલીફ થાય છે.. હું ચાલતી હોઉં, તું આગળ જતો રહે, કંઈ વાંધો નહીં, પણ તું મનથી    સાથના આપે    તો મને તકલીફ થાય છે.. હું    સૂતી    હોઉં, તું    તારું    કામ કરે, કંઈ વાંધો નહીં, પણ  તું પ્રેમભરી એક નજર પણ ના કરે તો મને તકલીફ થાય છે.. - ઝરણા દાયમા✍️

જોઈલે…✨

નફરતનો વાયરો ફેલાવીશ નહીં, તારી ભીતર  પ્રેમ  માપીને જોઈલે.. લોભ-મોહને    ત્યાગીને હવે  તું, સઘળું  કોઈને    આપીને    જોઈલે.. દુઃખડા    ગાતો    ફરે    છે    જગમાં, ક્યારેક    મનમાં    રાખીને જોઈલે.. ભાથું    ભર્યું છે    માએ    પાલવમાં, તેમાં     વ્હાલ     ચાખીને     જોઈલે.. વૃક્ષો    કાપવા    આવે    છે    સામા, જતનથી  એક    વાવીને    જોઈલે.. પુણ્ય    ભલે    અઢળક    કર્યા    હો, ભૂલ    થઈ     જો    પાપીને    જોઈલે.. - ઝરણા દાયમા✍️