જિંદગી ખોવાઈ જાય છે…🦋

એક માણસની પાછળ જિંદગી ખોવાઈ જાય છે..

એની પાછળ ને પાછળ  સપના  ધોવાઈ જાય છે..


મહત્વ  હોતું  નથી  કદી  જેને  તમારા  હોવાથી,

એની  પાછળ  પગના  તળિયા  ઘસાઈ જાય છે..


હસતું  ખેલતું  રહેતું  હતું  જે  એક  ફૂલ  સદા,

જુઓને કેવી લાચારીથી પછી કરમાઈ જાય છે..


થાય કોણ દુઃખી  આપણી  નિષ્ફળતા  જોઈને,

લોકો  તો  મનમાં  ને  મનમાં  હરખાઈ જાય છે..


સાચી  વાતોમાં  રસ  ક્યાં  રહ્યો  કોઈને  હવે,

આગની  જેમ   અફવાઓ   ફેલાઈ   જાય  છે..


તારે  ખીલવું  જ હોય  તો  હવે  ભીતરમાં જો,

લોકો થકી  તો બસ  જિંદગી  મૂર્જાઈ જાય છે..


- ઝરણા દાયમા✍️

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️