જીવન…🌺

 ✨🌺✨🌺✨🌺✨


જોવો  કેટલું  વ્યસ્ત છે  જીવન,

આમ જ અસ્તવ્યસ્ત છે જીવન!


માંગણી ના કરો જો ખોટે-ખોટી,

તો  તો  પછી  મસ્ત  છે  જીવન!


કેવી રીતે જીવીશ તારા વગર હવે?

વગર   ભૂકંપે   ધ્વસ્ત  છે  જીવન!


મદિરાની   જરૂર  બીજાને  હશે,

તારી યાદમાં મદમસ્ત છે જીવન!


એકમાત્ર તું જ  અજવાસ હતો,

તારા  વગર  અસ્ત છે  જીવન!


ચાહીએ એ  તો મળતું  જ નથી,

જોવો કેવું જબરદસ્ત છે જીવન!


- ઝરણા દાયમા✍️

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️