ઈચ્છાઓ મારવી પડે છે…🫥

જિંદગી તારી  સાથે જ જીવાય છે,

નહીં   તો   બસ   કાઢવી  પડે  છે..


મનની  ઈચ્છાઓને  મનમાં રાખી,

રોજેરોજ   એને   મારવી  પડે  છે..


અંતરમન નાખે છે ચીસો તારા નામની,

આ વેદનાને પણ હૃદયમાં દાબવી પડે છે..


દુઃખનો  દરિયો  ભીતર  સમેટી  રાખી, 

ચહેરા પર ખુશીની લહેરો લાવવી પડે છે..


કેટલી  બાકી  રહી  છે  જિંદગી,

હવે  તો એ  પણ માપવી પડે છે..


જીવાતી હતી જિંદગી તારી જ સાથે,

હવે   તો  બસ… કાપવી   પડે   છે..


- ઝરણા દાયમા✍️

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️