મરે છે…🔹

 🔹▪️🔹 ▪️🔹▪️🔹


હવામાં  છે… એ  તરે  છે..

જમીન પર  છે એ  મરે છે..


બહારથી   કરશે  વાહવાહી..

પણ અંદરથી સૌ કોઈ બળે છે!


ખોટી લાગણી, ને દેખાડો ખોટો,

સાચા  મિત્રો  હવે ક્યાં  મળે છે?


કોઈના પગ ધોઈને તમે પી જાઓ,

છતાંય તમારી  દાળ ક્યાં ગળે છે!


જરાક  સત્ય   કહી  દો   ત્યાં  તો,

પાનખરની  જેમ  સંબંધો  ખરે  છે!


- ઝરણા દાયમા✍️

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️