પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

એટલી     ઊંચાઈ     પર     તું     ના     પહોંચ, કે મિત્રોને    મદદનો    હાથ    લંબાવી    ના શકે! અહમના    નશામાં    ચૂર થઈને    ના ફર, કે ઈશ્વરને    પણ     શીશ     ઝુકાવી    ના    શકે! ઘણાંને કર્યા હશે ભૂલવા પર મજબૂર તેં, જા, તું પણ કોઈ એકને ભુલાવી ના શકે! વ્યવહાર જ કર્યો    જીવનભર    સંબંધોમાં, છેલ્લા શ્વાસે કોઈને પ્રેમ જતાવી ના શકે! ભૂતકાળનો    બોજો    ખભે    લઈને    ચાલ્યો જે, આંખોમાં ભવિષ્યના સપનાં સજાવી ના શકે! તમે કોઈ પણ    કેમ ના હો', હિંમત રાખો    એટલી, તમારી આંખોમાં આંખ નાખી કોઈ ડરાવી ના શકે! - ઝરણા દાયમા ✍🏻

મનુષ્ય…🥀

તું     જેની     પાસે       રાખે     છે     આશા, એ    જ    ધ્યાન    તારું    રાખતો    નથી.. ક્યારેક    તો    તારી    ભીતર    તું    જો, કેમ    તું    જ    ક્યાંય    ફાવતો    નથી..? રાત્રે    જાગ્યા    કરે    ને પડખાં    બદલે, જિંદગીનો લ્હાવો કેમ આવતો નથી..? 'ને રસ    જો    ઊડી    જાય    જીવનમાંથી, તો કોઈ સ્વાદ પણ પછી આવતો નથી.. બધાને પ્રેમથી રાખવાનું તો યાદ રહે છે, મનુષ્ય પોતાને જ દિલથી ચાહતો નથી.. તારે જ તારી મદદ કરવી પડશે સમજ, ભલું    કરવા    ઈશ્વર બધે    આવતો નથી.. લોકોની આગળ    લાચાર બેસી રહે છે, તું    તારામાં વિશ્વાસ    કેમ    રાખતો નથી..? બીજાની    પ્રગતિથી    બળે    છે    એટલો    ક...

કંઈ અર્થ નથી…🙏🏻

જીવતાં     માણસને આજીવન તરછોડી, મર્યા    પછી    પૂજવાનો    કંઈ    અર્થ નથી! સામે નાહકની ચિંતા કરી, હિતેચ્છુ બની, પીઠ    પાછળ    ખોદવાનો કંઈ    અર્થ નથી! હજી    સમય છે, સારા    કર્મ કરો, સુધરો, પછી રિબાઈને    મરવાનો કંઈ    અર્થ નથી! અમરત્વ લઈને કોઈ આવ્યું નથી.. જોજો, ખોટા    વહેમમાં    રહેવાનો કંઈ    અર્થ નથી! કર્યું છે એ ભોગવ્યા વગર છૂટકો જ નથી, 'તમે સારા છો?' રહેવા દો, કંઈ અર્થ નથી! જીવતાં હોય    ત્યારે ભરપૂર    પ્રેમથી જમાડજો, શ્રાદ્ધમાં "ખીર" ખવડાવવાનો    કંઈ અર્થ નથી! - ઝરણા દાયમા ✍🏻

નોકરી…👩🏻‍💻

કરવી ન હોય, છતાં     જી હજુરી કરવી પડે છે, કે મન હોય કે ન હોય નોકરી કરવી જ પડે છે. ઘરે પ્યાલોય    ઉઠાવતા નઈ હોય જે, એમને પધારેલા    મહેમાનોની    ચાકરી    કરવી પડે છે. મન 'ને વિચારો ભલેને ગમે ત્યાં ભમતા હોય, પણ શારીરિક હાજરી તો રોજે ભરવી પડે છે. કાંઈ એક જ કામથી તો આ પૂરી થતી નથી, આની પાછળ    આખી જાતને ઘસવી પડે છે. સહન બધાં કરે છે પણ ક્યાંય છતું કરતાં નથી, એટલે જ આજે    આ વેદના મારે લખવી પડે છે. સીધા-સાદા.... તો આમાં ક્યાંય ફેંકાઈ જાય, રમતવીરો સામે હંમેશા રમત જ રમવી પડે છે. 'બીજે ક્યાંય વેકેન્સી છે?'    એમ    કહીને પણ, છેવટે તો    એ જ બધી    માથાકૂટ કરવી પડે છે. ઘર-પરિવારની જે    જવાબદારી લઈને બેઠાં છે, એને ક્યાંકને ક્યાંક તો મજૂરી કરવી જ પડે છે. દિવસો, મહિના 'ને વર્ષો એમ થોડાં પૈસા માટે, આખી જિંદગી    કોઈની    આગળ ધરવી પડે છે. કરવી ન હોય, છતાં    જી હજુરી કરવી પડે છે, કે મન હોય કે ન હોય નોકરી કરવી જ પડે છે. - ઝરણા દાયમા✍🏻

યાદ રહી જશે…📝

જીવી લો.. મનભરીને     પ્રત્યેક ક્ષણ, નહીંતર છેવટે ફક્ત યાદ રહી જશે.. કહેવાનું    હોય    એ    કહી    દેજો    સૌને, નહીંતર છેવટે    અધૂરી વાત રહી જશે.. 'ને રહસ્યને    રહસ્ય જ રહેવા    દેજો, નહીંતર    છેવટે    આઘાત    રહી    જશે.. સાચા-ખોટાંની     માંગી     લેજો    માફી, નહીંતર    છેવટે    પશ્ચાતાપ    રહી જશે.. સમય મળે છે ત્યાં સુધી રહી લો સાથે, નહીંતર છેવટે    હાથમાં હાથ રહી જશે.. - ઝરણા દાયમા✍🏻

સજાવવું પડે છે…🏡

ઈંટે-ઈંટે એક ઘર     બનાવવું     પડે છે, પછી    તેને    પ્રેમથી    સજાવવું    પડે છે. . સહિ નથી શકતાં    બધાં બધું જ દુઃખ, એટલે    એકલાં    બેસી    મૂંઝાવું પડે છે. . મનની વેદના કોઈને કહી શકાતી નથી, છેવટે લાચારને    જીવન ટુંકાવવું પડે છે. . ફક્ત સુખમાં જ    સાથે ના રાખો મિત્રો, સંકટ સમયે પણ જરાક ઘસાવું પડે છે. . તમારી ધાકથી કોઈને. નમાવી ના શકો, સૌએ નમ્રતાથી જ    શીશ ઝુકાવું પડે છે. . હવામાં     જરાક    આવી    જાય    જે    લોકો, એને    હકીકતથી    રૂબરૂ    કરાવવું પડે છે. - ઝરણા દાયમા✍🏻

બીક લાગે છે…♠️

⛓️♠️⛓️♠️⛓️♠️⛓️♠️⛓️♠️⛓️ ક્યારેક-ક્યારેક એટલી બધી બીક લાગે છે, પણ જિંદગી, તું    કરને    તને જે    ઠીક લાગે છે. ઝખ્મ મળ્યાં છે મને એવા સાગરથીય ઊંડા, કે હવે તો મારા દર્દ પણ મને સંગીત લાગે છે. તારા દૂર હોવા છતાં તારા હાલ જાણી લઉં છું, તારી ને    મારી જન્મો જૂની    કોઈ પ્રીત લાગે છે. ગુંજ્યા કરે છે અવિરત એ સ્વર મારા કાનોમાં, આજે    સપનામાં    ગાયેલું તેં કોઈ    ગીત લાગે છે. 'ને કેટલાં ઓછા સમયમાં તું મને જાણી ગયો, મારા અંતરમનમાં વસેલો તું મનમીત લાગે છે. પ્રેમ હોવા છતાં પણ    વિચારવું પડે છે દુનિયાનું,  "ત્યાગ કરવો" એ સદાથી    પ્રેમની રીત લાગે છે. - દાયમા ઝરણા✍️