મને તકલીફ થાય છે…❤️🩹
હું વાટ જોઉં, તું મોડો આવે, કંઈ વાંધો નહીં,
પણ તું ના આવે તો મને તકલીફ થાય છે..
હું રોતી હોઉં, ને તું હસે, કંઈ વાંધો નહીં,
પણ તું કારણ ના પૂછે તો મને તકલીફ થાય છે..
હું ખોવાઈ જાઉં, તું મને ના શોધી શકે, કંઈ વાંધો નહીં,
પણ તું પ્રયાસ પણ ના કરે તો મને તકલીફ થાય છે..
હું બોલતી હોઉં, તું કંઇક વિચારે, કંઈ વાંધો નહીં,
પણ તું બીજાને વિચારે તો મને તકલીફ થાય છે..
હું ચાલતી હોઉં, તું આગળ જતો રહે, કંઈ વાંધો નહીં,
પણ તું મનથી સાથના આપે તો મને તકલીફ થાય છે..
હું સૂતી હોઉં, તું તારું કામ કરે, કંઈ વાંધો નહીં, પણ
તું પ્રેમભરી એક નજર પણ ના કરે તો મને તકલીફ થાય છે..
- ઝરણા દાયમા✍️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો