રોયા કરે છે…🌻
🌻.🌻. 🌻.🌻 .🌻.🌻
બારીમાંથી જોયા કરે છે,
છાનો છૂપો રોયા કરે છે.
ધર્મના પથ પર આગળ વધે,
એ સદાય પ્રેમ ખોયા કરે છે.
મારી સામે અકળાતો રહે, ને
મારા ગયા પછી જોયા કરે છે.
પાપ કરે છે ખુલ્લેઆમ, પછી
ગંગામાં હાથ ધોયા કરે છે.
અહમમાં દેખાતું નથી કશું,
છેવટે જિંદગીભર રોયા કરે છે.
- ઝરણા દાયમા✍️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો