સજાવવું પડે છે…🏡

ઈંટે-ઈંટે એક ઘર  બનાવવું  પડે છે,

પછી  તેને  પ્રેમથી  સજાવવું  પડે છે.

.

સહિ નથી શકતાં  બધાં બધું જ દુઃખ,

એટલે  એકલાં  બેસી  મૂંઝાવું પડે છે.

.

મનની વેદના કોઈને કહી શકાતી નથી,

છેવટે લાચારને  જીવન ટુંકાવવું પડે છે.

.

ફક્ત સુખમાં જ  સાથે ના રાખો મિત્રો,

સંકટ સમયે પણ જરાક ઘસાવું પડે છે.

.

તમારી ધાકથી કોઈને. નમાવી ના શકો,

સૌએ નમ્રતાથી જ  શીશ ઝુકાવું પડે છે.

.

હવામાં   જરાક  આવી  જાય  જે  લોકો,

એને  હકીકતથી  રૂબરૂ  કરાવવું પડે છે.


- ઝરણા દાયમા✍🏻

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️