નોકરી…👩🏻💻
કરવી ન હોય, છતાં જી હજુરી કરવી પડે છે,
કે મન હોય કે ન હોય નોકરી કરવી જ પડે છે.
ઘરે પ્યાલોય ઉઠાવતા નઈ હોય જે, એમને
પધારેલા મહેમાનોની ચાકરી કરવી પડે છે.
મન 'ને વિચારો ભલેને ગમે ત્યાં ભમતા હોય,
પણ શારીરિક હાજરી તો રોજે ભરવી પડે છે.
કાંઈ એક જ કામથી તો આ પૂરી થતી નથી,
આની પાછળ આખી જાતને ઘસવી પડે છે.
સહન બધાં કરે છે પણ ક્યાંય છતું કરતાં નથી,
એટલે જ આજે આ વેદના મારે લખવી પડે છે.
સીધા-સાદા.... તો આમાં ક્યાંય ફેંકાઈ જાય,
રમતવીરો સામે હંમેશા રમત જ રમવી પડે છે.
'બીજે ક્યાંય વેકેન્સી છે?' એમ કહીને પણ,
છેવટે તો એ જ બધી માથાકૂટ કરવી પડે છે.
ઘર-પરિવારની જે જવાબદારી લઈને બેઠાં છે,
એને ક્યાંકને ક્યાંક તો મજૂરી કરવી જ પડે છે.
દિવસો, મહિના 'ને વર્ષો એમ થોડાં પૈસા માટે,
આખી જિંદગી કોઈની આગળ ધરવી પડે છે.
કરવી ન હોય, છતાં જી હજુરી કરવી પડે છે,
કે મન હોય કે ન હોય નોકરી કરવી જ પડે છે.
- ઝરણા દાયમા✍🏻
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો