યાદ રહી જશે…📝

જીવી લો.. મનભરીને  પ્રત્યેક ક્ષણ,

નહીંતર છેવટે ફક્ત યાદ રહી જશે..


કહેવાનું  હોય  એ  કહી  દેજો  સૌને,

નહીંતર છેવટે  અધૂરી વાત રહી જશે..


'ને રહસ્યને  રહસ્ય જ રહેવા  દેજો,

નહીંતર  છેવટે  આઘાત  રહી  જશે..


સાચા-ખોટાંની   માંગી   લેજો  માફી,

નહીંતર  છેવટે  પશ્ચાતાપ  રહી જશે..


સમય મળે છે ત્યાં સુધી રહી લો સાથે,

નહીંતર છેવટે  હાથમાં હાથ રહી જશે..


- ઝરણા દાયમા✍🏻

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️