કંઈ અર્થ નથી…🙏🏻

જીવતાં  માણસને આજીવન તરછોડી,

મર્યા  પછી  પૂજવાનો  કંઈ  અર્થ નથી!


સામે નાહકની ચિંતા કરી, હિતેચ્છુ બની,

પીઠ  પાછળ  ખોદવાનો કંઈ  અર્થ નથી!


હજી  સમય છે, સારા  કર્મ કરો, સુધરો,

પછી રિબાઈને  મરવાનો કંઈ  અર્થ નથી!


અમરત્વ લઈને કોઈ આવ્યું નથી.. જોજો,

ખોટા  વહેમમાં  રહેવાનો કંઈ  અર્થ નથી!


કર્યું છે એ ભોગવ્યા વગર છૂટકો જ નથી,

'તમે સારા છો?' રહેવા દો, કંઈ અર્થ નથી!


જીવતાં હોય  ત્યારે ભરપૂર  પ્રેમથી જમાડજો,

શ્રાદ્ધમાં "ખીર" ખવડાવવાનો  કંઈ અર્થ નથી!


- ઝરણા દાયમા ✍🏻

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️