બીક લાગે છે…♠️
⛓️♠️⛓️♠️⛓️♠️⛓️♠️⛓️♠️⛓️
ક્યારેક-ક્યારેક એટલી બધી બીક લાગે છે,
પણ જિંદગી, તું કરને તને જે ઠીક લાગે છે.
ઝખ્મ મળ્યાં છે મને એવા સાગરથીય ઊંડા,
કે હવે તો મારા દર્દ પણ મને સંગીત લાગે છે.
તારા દૂર હોવા છતાં તારા હાલ જાણી લઉં છું,
તારી ને મારી જન્મો જૂની કોઈ પ્રીત લાગે છે.
ગુંજ્યા કરે છે અવિરત એ સ્વર મારા કાનોમાં,
આજે સપનામાં ગાયેલું તેં કોઈ ગીત લાગે છે.
'ને કેટલાં ઓછા સમયમાં તું મને જાણી ગયો,
મારા અંતરમનમાં વસેલો તું મનમીત લાગે છે.
પ્રેમ હોવા છતાં પણ વિચારવું પડે છે દુનિયાનું,
"ત્યાગ કરવો" એ સદાથી પ્રેમની રીત લાગે છે.
- દાયમા ઝરણા✍️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો