મનુષ્ય…🥀

તું  જેની  પાસે   રાખે  છે  આશા,

એ  જ  ધ્યાન  તારું  રાખતો  નથી..


ક્યારેક  તો  તારી  ભીતર  તું  જો,

કેમ  તું  જ  ક્યાંય  ફાવતો  નથી..?


રાત્રે  જાગ્યા  કરે  ને પડખાં  બદલે,

જિંદગીનો લ્હાવો કેમ આવતો નથી..?


'ને રસ  જો  ઊડી  જાય  જીવનમાંથી,

તો કોઈ સ્વાદ પણ પછી આવતો નથી..


બધાને પ્રેમથી રાખવાનું તો યાદ રહે છે,

મનુષ્ય પોતાને જ દિલથી ચાહતો નથી..


તારે જ તારી મદદ કરવી પડશે સમજ,

ભલું  કરવા  ઈશ્વર બધે  આવતો નથી..


લોકોની આગળ  લાચાર બેસી રહે છે,

તું  તારામાં વિશ્વાસ  કેમ  રાખતો નથી..?


બીજાની  પ્રગતિથી  બળે  છે  એટલો  કે..

બીજાની ખુશીઓમાં ક્યારેય નાચતો નથી!


- ઝરણા દાયમા✍🏻

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️