છું હું…🔥
આર છું, ને પાર છું હું,
આ બધો સંસાર છું હું.
જળ છું હું દરિયા મહીનું,
એમાં રહેલો ખાર છું હું.
સાચવીને રહેજે વ્હાલા,
ખાલી ન જાતો વાર છું હું.
થાઉં હું ડગમગ કદી ના,
એકધારી ધાર… છું હું.
તોલવાની વાતો કરો મા,
ના ઝીલાતો ભાર છું હું.
પાપ-પુણ્ય મારા થકી છે,
જિંદગીનો… સાર છું હું.
- ઝરણા દાયમા✍️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો