મન નથી થતું…🙇🏻♀️
તને જોઇને હવે બોલવાનું મન નથી થતું,
મનમાં ચાલી રહેલું કહેવાનું મન નથી થતું.
તને એમ છે કે બધું ઠીક છે, 'ઠીક નથી',
એમ કહેવાનું પણ હવે મન નથી થતું.
સાથે વિતાવતી ક્યારેક આખો દિવસ,
તારી સાથે રહેવાનું હવે મન નથી થતું.
ખોળામાં રાખી માથું, વાતો કરતી કલાકો,
તારી પાસે બેસવાનું હવે મન નથી થતું.
તે મને એટલા દુઃખ પહોંચાડ્યા છે કે,
તારી માટે રોવાનું હવે મન નથી થતું.
તારી સાથે રહેવાથી એવો દમ ઘૂટે છે કે,
આ બંધનમાં રહેવાનું હવે મન નથી થતું.
- ઝરણા દાયમા✍️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો