કાફી છે…🤞🏻

તું  જે  કહે    વાત  કાફી  છે,

હું કહું છું તારો સંગાથ કાફી છે.


બંજર..   વિરાન..   જમીનને..

ફક્ત  એક  વરસાદ  કાફી  છે.


હસતો  ચહેરો  દેખાય  તારો,

દિલને  એવો  બનાવ  કાફી છે.


પર્વતો પરથી  વહેતાં ઝરણાંને,

નીચે  પડવા  વળાંક  કાફી  છે.


જીવનના   માર્ગમાં   ભટકેલાને,

સાચી  એક  સલાહ   કાફી  છે.


તું ભલે નસીબમાં ના હોય મારા,

તારી સાથે ફક્ત લગાવ કાફી છે.


- ઝરણા દાયમા✍️

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️