હસાતું નથી...😊
સાચું કહું તો હસાતું નથી,
લખવું હોય તો લખાતું નથી.
ભણતરનો બોજ એટલો વધ્યો,
કે થોથા જોઈને ભણાતું નથી.
અહંકારની સીડીઓ ચડ્યા પછી,
વ્યક્તિથી સરળતાથી નમાતું નથી.
આશીર્વાદ લેવામાં આવે શરમ,
હવે નીચું સરખું વળાતું નથી.
મંદિરમાં માત્ર દર્શન કરવાથી,
કાંઈ ઈશ્વર પાસે જવાતું નથી.
અડિયલ થાય એકવાર જો મન,
પછી એ જીદ પરથી ખસાતું નથી.
આંખોમાં આંસુના થપેડા ભરીને,
છલકાતી આંખે રાતે સુવાતું નથી.
આ તો કહેવાની છે વાતો બધી,
કોઈની પાછળ કંઈ મરાતું નથી.
- ઝરણા દાયમા✍️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો