શબ્દો નથી જડતાં…🖋️

લખું........   લખું........  શું લખું?

આજે     શબ્દો     નથી   જડતાં..


યાદ    કરીને    થોડું    હસી   શકું,

એવા વીતેલા જમાના નથી મળતાં..


કશુંય    દેખાતું    નથી    અંધકારમાં,

ઓલવાયેલ ચિરાગ ફરી નથી બળતાં..


એકબીજાના દુઃખ સાંભળીને લોકો,

દિલથી  તેના  દુઃખમાં  નથી  ભળતાં..


ભૂતકાળના    સ્મરણોની    ભાપથી,

સુકાયેલા  નયનો   હવે   નથી  રડતાં..


ફાટીને   મેલા,   જર્જરિત   થયેલા,

વસ્ત્રોને   કોઈ   ફરી   નથી  અડતાં..


એકવાર આગળ  વધી ગયા પછી,

એ માર્ગે આપણે પાછા નથી વળતાં..


દિલથી  આપ્યા  હોવા  છતાં  પણ,

ઘણાં   આશીર્વાદો   નથી   ફળતાં..


લખું........   લખું........   શું લખું?

આજે     શબ્દો     નથી    જડતાં..


- ઝરણા દાયમા✍️

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️