જીવવા માંગુ છું…🌸
તને એ જિંદગી, હું ખત લખવા માંગું છું,
તું ચાહે તો ફરી એમાં રંગ ભરવા માંગું છું.
તું કહેતી હતીને 'બહુ ઉતાવળના કર તું',
હું મોટી થવાની એ હઠ મૂકવા માંગુ છું.
ભટકીને આવી પહોંચી છું હું એવા મુકામે,
અહીં આવીને હવે પાછી વળવા માંગુ છું.
તું કહેને મને, 'હું શું કરી શકું હવે?'
એ બચપણ હું ફરીથી માણવા માંગુ છું.
પહેલા તો હું થાકી-હારી તારાથી,
હવે ફરી ઊઠીને તને જીતવા માંગુ છું.
અંત તો ખબર નહીં ક્યારે લખાયો હશે,
હું ફરીથી હવે તને જીવવા માંગુ છું.
- ઝરણા દાયમા✍️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો