અદા જોઈએ…💃🏻

અલગ  કોઈ  અદા  જોઈએ,

ને એય બધાથી જુદા જોઈએ..


સંબંધોમાં  ભલે ને  ખાતાં ખોટ,

ફક્ત  રૂપિયે-પૈસે નફા જોઈએ..


સમયે ન  આવે  કામ  ક્યારેય,

ને  એને  વખતે   બધા  જોઈએ..


લાગણીઓ છુપાવતા રહે છે સૌ,

બાકી, સામેથી કોને દગા જોઈએ?


ખુશીમાં મદમાં ચૂર થઈ ફરે, ને

મુસીબત  આવ્યે  ખુદા  જોઈએ..


- ઝરણા દાયમા✍️

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડરાવી ના શકે…🙅🏻‍♀️

બતાવીશ નહીં…😇

પછીની વાત છે...🖼️